
Khambhat
ખંભાત તાલુકાની રાલેજ પ્રાથમિક શાળા માંથી આજ રોજ બાલવાટિકા થી ધોરણ આઠના કુલ 277 બાળકોને ત્રણ દિવસ દરમિયાન અલગ અલગ જૂથમાં એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન સુંદર રીતે કરવામાં આવ્યું..જેમાં અલગ અલગ ધોરણના બાળકો સામેલ થયા અને સાથે સાથે ધર્મજ, બોચાસણ, બોરસદ મુલાકાત કરાવમાં આવી.શાળાના શિક્ષક દિનેશભાઇ પટેલ દ્વારા અમુલ ચોકલેટ પ્લાન્ટ વિષે માહિતગાર કરવામાં આવ્યા અને અમુલ બટર પ્લાન્ટ સાથે ડી માર્ટ, વલાસણ, પીપળાવ આશાપુરા મંદિર તેમજ મણીલક્ષ્મી તીર્થમંદિર ની મુલાકાત કરાવી એક અદભુત અનુભવ પૂરો પાડવામાં આવ્યો.સમગ્ર કાર્યક્રમ પે સેન્ટર આચાર્ય કિરીટભાઈ પટેલ ના માર્ગદશન હેઠળ કરવામાં આવેલ.બાળકોમાં હોળી ના પાવન તહેવાર નિમિતે શૈક્ષણિક પ્રવાસ કરવામાં આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.